STORYMIRROR

CHETNA GOHEL

Others

3  

CHETNA GOHEL

Others

કેસરિયા ઓઢણી

કેસરિયા ઓઢણી

1 min
11.8K

જો ને આભલું આજ કેવું સુંદર લાગે છે.

તારે મઢેલી ઓઢણીની હાટડી લાગે છે.


સોનેરી ઘરેણા પહેરી વાદલડી હરખાતી,

કેસરીયા ઓઢણીની પહેરામણી લાગે છે.

ઝીણાં ઝીણાં રંગોની પીચકારી ઉડાડી,

સપ્તરંગી દુનિયાની એક કહાની લાગે છે.


વાદલડી નાનકડી આમતેમ ભાગતી કેવી,

કેસરીયા ઓઢણી સાથે લહેરાવતી લાગે છે.


લાગે આજ જોહરી લૂંટાઈ ગયા છે બધા,

પહેરી ઘરેણા ધરતી આજ ઘડાઈ લાગે છે.


વાહ રે કુદરત તારી કારીગરી કેમ સમજું,

કેસરીયા ઓઢણી દીપને પ્રગટાવતી લાગે છે.


Rate this content
Log in