કેમનું જીવાય ?
કેમનું જીવાય ?
1 min
27.2K
આ ચાર દીવાલોમાં કેમનું જીવાય?
મને તો આ ઊઁચા પહાડ અને નીચેરા ઝાડને જોઈને કંઈ કંઈ થાય !
કેવી વનરાજી ! કેવા વનરાજા!
મને તો આ સિંહની ત્રાડ અને પશુની બુમરાડ સાંભળીને કંઈ કંઈ થાય ,
કેવી નદીઓ અને કેવા સમંદર !
મને તો આ ભરતીનો નાદ અને ઓટનો ઘુઘવાટ પારખીને કંઈ કંઈ થાય,
કેવા પાદર ને કેવા ખેતરો!
મને તો એની શાંતિ અને એમાં વિશ્રાંતિ મેળવીને કંઈ કંઈ થાય,
કેવી ધરતી ને કેવુ આકાશ !
મને તો એકની વિશાળતા અને મહાનતા જાણીને કંઈ કંઈ થાય,
કેવી પાંખો અને કેવા પંખીઓ!
મને તો એમનુ ચીં...ચીં...અને કૂહૂ...કૂહૂ...માણીને કંઈ કંઈ થાય,
આ ચાર દીવાલોમાં કેમનું જીવાય?
