Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Others

4  

Zalak bhatt

Others

કેમ કહું ?

કેમ કહું ?

1 min
57


હાલમાં બેહાલ છું એમ કેમ કહું ?

આજ જેવી કાલ છું એમ કેમ કહું ?

છું પુરાયેલ પાંજરે હર પળ – ઘડી 

ને છતાં નિહાલ છું એમ કેમ કહું ?


જિંદગી પુરાઈ ગઈ એક વેંતમાં !

મોતની હિલ- ચાલ છે એમ કેમ કહું ?

આપણાં મળ્યાં સહુ એ વાત પર

રોગ આ વિકરાળ છે એમ કેમ કહું ?


કુદરત ને જીવંતતા મળી કંઇ કેટલી !

આ હવામાં સુધાર છે એમ કેમ કહું ?

પશુ-પંખી શ્વાસ લે’છે મુક્ત પણે,

ને મનુજ લાચાર છે એમ કેમ કહું ?


જે ઘડી જીવ્યાં એજ છે આપણી, 

હવે,આપનો શું ખ્યાલ છે કેમ કહું ?

હાલ માં બે હાલ છે એમ કેમ કહું ?

આજ,એવી કાલ છે એમ કેમ કહું ?


Rate this content
Log in