કેમ હોય ?
કેમ હોય ?

1 min

350
સુગંધને જરા કદર હશે ફૂલની,
નહિતો કેમ હોય સંબધ એમનો,
વિચારોને જરા યાદ હશે ઓળખની,
નહિતો કેમ હોય ઓળખ વિચારની,
કિરણને જરા સ્પશૅ હશે દિશાનો,
નહિતો કેમ હોય દિશા કિરણની,
પૂછવા નથી માગતો છતાં પૂછુ છું,
ઝરણાનું એકધારું વહેવુ...
સમુદ્રનુ વિશાળ પ્રસરાવુ...
કયાંથી સંબધ બન્યો એમનો,
સ્મિત છે મારુ અનોખુ,
જાણે જીતની પાછળ છુપાયેલી હાર,
રુદન અને હાસ્ય હશે એકમેક,
નહિતો કેમ હોય સંબધ એમનો !