કેમ આજે એટલો અપસેટ છે
કેમ આજે એટલો અપસેટ છે
1 min
14.1K
ભીડમાં યમરાજ થોડા લેટ છે
આજ મારી એક્સ્પાયર ડેટ છે
એના વિણ કેવી રીતે એન્ટર થવું
સ્વર્ગનો તો આંખ સામે ગેટ છે
કૃષ્ણ આવે તો કહી ઉઠે તરત
પ્રેમના તો બવ જ મોંઘા રેટ છે
એકલું નહીં લાગશે રાધા તને
વોટ્સઅપ છે એફ્બી છે નેટ છે
માઁ તવાયફ ના બને તો શું કરે ?
ઘેર રડતા ચાર પાપી પેટ છે.
શુ થયું "બેબસ" તને કે'ને જરા
કેમ આજે આટલો અપસેટ છે ?
