STORYMIRROR

puneet sarkhedi

Others

4  

puneet sarkhedi

Others

કેમ આ કરમાય છે ?

કેમ આ કરમાય છે ?

1 min
293

કેમ આ કરમાય છે મારી ગઝલ ?

ને પછી સમજાય છે મારી ગઝલ,

સાંજ પર બારી નહી ખુલે હવે,

દિલમાં તો ધબકાય છે મારી ગઝલ.


ચાર ભીંતોની વચાળે ગમ હશે,

મન મહી છલકાય છે મારી ગઝલ,

છોડ રણ વનને દરિયાની સફર,

જો,બધે મલકાય છે મારી ગઝલ.


થાય એવુ કે, શબદ પાછા ફરે,

મૌનમાં ભરમાય છે મારી ગઝલ,

ખીલવા દો ને હજી તો છે કળી,

ઝાકળે શરમાય છે મારી ગઝલ.


એ સફાઈ આપવા તૈયાર છે,

આંખમાં ધરબાય છે મારી ગઝલ,

સાફસૂફી તો રહી છે ભીતરે,

પળમાં તો ધોવાય છે મારી ગઝલ.


'નિત' ફરમાઈશ ના કરશો હવે,

મોત પર બદલાય છે મારી ગઝલ,

કેમ આ કરમાય છે મારી ગઝલ ?

ને પછી સમજાય છે મારી ગઝલ.


Rate this content
Log in