STORYMIRROR

Bharat Thacker

Children Stories Inspirational

4  

Bharat Thacker

Children Stories Inspirational

કેળવણી

કેળવણી

1 min
248

સાચી કેળવણી એ સારા સમાજનો આધાર છે,

સાચા કેળવણીકાર સમાજના સુત્રધાર છે,


પોથી વાંચી વાંચી ને નથી થઇ જવાતુ પંડિત,

સાચી કેળવણી સહુ માટે ખોલે પ્રેમનો દ્વાર છે,


માત્ર થોથા વાંચવાથી નથી થઇ શકતું બધુ પ્રાપ્ત,

કેળવણીમાં ભણતરની સાથે ગણતરનો વિસ્તાર છે,


માત્ર ને માત્ર શિક્ષા બનાવી દે પુસ્તકીયા કીડા,

સાચી કેળવણીમા સમાયા સાચા સંસ્કાર છે,


ખાલી ભણતર બનાવી શકે છે આપણને અભિમાની,

સાચી કેળવણીમાં વિદ્યા સાથે વિનયનો શણગાર છે,


જીંદગીમા માત્ર પદવી પ્રાપ્ત કરી લેવાથી નથી થઇ જવાતુ સુખી,

સાચી કેળવણીમા સમાયો બહારની પ્રગતિ સાથે અંદરનો પુકાર છે.


Rate this content
Log in