STORYMIRROR

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

કેદ

કેદ

1 min
13.2K


હમણાંથી એવું થાય કે આવાસ- કેદ છે;

જાતે ચણેલી જાતની એ ખાસ કેદ છે;

એનો સ્વભાવ છે જ કે ચોમેર ફેલવું-

વનમાળી તારા બાગમાં જો ઘાસ કેદ છે !

પોપટ ને પાંજરાનો કંઈ ભેદ ક્યાં રહ્યો;

એના વિશે ય કોઈને ખેદ ક્યાં રહ્યો;

આપસ થયાં શરીર જે એકમેકનાં

છૂટી જવા ય સ્હેજ પ્રસ્વેદ ક્યાં રહ્યો !


Rate this content
Log in