STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Drama

કે જોબનિયું આજ રમતું હાલ્યું

કે જોબનિયું આજ રમતું હાલ્યું

1 min
102

જોબનીયું…. જાણ્યું ના જાણ્યું ને ઊડી જાશે,

જોબનિયાને રંગમાં રાખજો રાતું,

કે જોબનિયું જાશે હાલ્યું ગાતું

 

પ્રેમનું તો ડમરું,

મદમાતી નજરું,

હસી હસી કોણ ખોવાતું ? સહિયર મોરી

જોબનિયું  ઝાલે ના ઝલાતું,

કે જોબનિયું આજ રમતું હાલ્યું,

 

હૈયું રે હરખાતું,

મનડું વલખાતું,

વસંતને વાયરે કોઈ વીંટાતું…. સહિયર મોરી

છાનું છાનું શું મલકાતું..

કે જોબનિયું આજ રમતું હાલ્યું,

 

કામણિયું  કજરારું,

ને શ્રાવણીયા ધારું,

મૂછના દોરામાં શીદ લપટાતું…સહિયર મોરી

ઢોલને તાલે થનગન થાતું….કે જોબનિયું આજ રમતું હાલ્યું,

 

પ્રેમની રે વાતું,

જીવનનું ભાથું,

વહાલના વાયરે પરદેશ જાતું…સહિયર મોરી

પળપળ જાતું વિખરાતું…

કે જોબનિયું આજ રમતું હાલ્યું,

 

કેમ બાંધું રેશમિયા ધાગે?

જોબનિયું ઉડતું જાતું વાટે,

કે જોબનિયું આજ રમતું હાલ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama