કબીરા
કબીરા
1 min
178
અંતર વરસે અનરાધાર કબીરા,
છે સચરાચરનો આધાર કબીરા,
આતુર થઈ તરસે ધરતીનો કણક્ણ,
ના હીરાના મોતી- પ્યાર કબીરા,
આજ અનેરી એક સફર પોકારે,
લીલાછમ રણની પગથાર કબીરા,
રસ્તો ના કંઈ આગળ- ના કંઈ પાછળ,
એક જ પળનો છે પડકાર કબીરા,
મનને જીત્યા તો બસ જીત્યા દુનિયા,
મનથી હારે તો છે હાર કબીરા.
