કાવ્યાનંદ
કાવ્યાનંદ
1 min
429
સાહિત્ય કેરો કાવ્યાનંદ,
કંઈ એમ ના મળે?
પથ્થરમાંથી પાણી,
કંઈ એમ ના મળે?
સારી કવિતા કેરું સુંદર લેખન હો,
સુંદર લેખન કેરું મધુર કવન હો,
મધુર કવન કેરું શાંત શ્રવણ હો,
શાન્ત શ્રવણ કેરું ઘેરું મનન હો,
ઘેરા મનન કેરું ગહેરું ચિંતન હો,
કવિ-શ્રોતા કાજે કંઈક આમ હો,
સાહિત્ય કાજે કંઇક ખાસ હો,
સંનિષ્ઠ પ્રયાસો પર પ્રયાસ હો,
અંતે તો કાવ્યાનંદ હો,
બસ, આનંદ આનંદ હો.
