STORYMIRROR

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

કારણ મળે નહીં

કારણ મળે નહીં

1 min
26.4K


વિધી વિધાને ચાલવા કારણ મળે નહીં

સોચે વિચારે તે કદી પાવન બને નહીં.


મોઘી બનીછે કેટલી જીવન જણસ હવે,

કિમત વધારે માંગતા દામન ભરે નહીં.


જ્ઞાને વરેલાં ભારનું ડા'પણ કહી રહ્યું,

છુટી પડેલી જિંદગી બાંધી રહે નહીં.


ચાલો ફકિરી વેશમાં ઘરઘર તપાસવા,

ટુટી ગયેલાં ભાવનીસમજણ પડે નહીં.


માથે ધરેલાં રાખતાં ભાવો નસીબનાં,

માસૂમ તપેલાં સુરજે શાંતા વળે નહીં.


Rate this content
Log in