STORYMIRROR

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

કારણ હશે ?

કારણ હશે ?

1 min
215

કારણ વગરની વાતમાં પણ કારણ હશે....

આ સૂરજ પણ કંઈ એમ થોડો રોજ ઊગતો હશે ?


ફૂલોનું આવવું પણ એક કારણ હશે....

પાનખરમાં પાંદડા કંઈ એમ જ થોડી ખરતા હશે ?


આપણા જન્મમાં પણ કંઈક કારણ હશે....

એમ કંઈ થોડી માતાના સ્તનમાં ધાવણ આવતું હશે ?


શબ્દોમાં પણ કોઈની શાહુકારી હશે....

એમ કંઈ થોડી શાયરી લખાતી હશે ?


ગીતામાં પણ સત્ય હશે....

એમ કંઈ થોડા સોગંધ ખવાતા હશે ?


કેટલીય અકારણ ઘટના ઘટતી હશે....

એમાંય કંઈ કારણ હશે....


હું રોજ ગમે તે લખું ને તો ય તમે વાંચો...

એમાંય કંઈ કારણ હશે ?


Rate this content
Log in