STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

કાના તને કેમ સાચવું ?

કાના તને કેમ સાચવું ?

1 min
468

નટખટ કાનુડા તું ભારે તોફાની, 

ઘર માથે લઇ  તેં કરી મનમાની,

હું તો એવી થાકીને, કંટાળી કે, 

કાના તને કેમ સાચવું? 

હવે લાલા તને કેમ સાચવું ? 


મટકી ફોડીને તું માખણ ખાતો, 

ઘરમાને ઘરમાં કયાંક છુપાઈ જાતો, 

તું હાથ ના આવતો લગાર,

કાના તને કેમ સાચવું ?

હવે લાલા તને કેમ સાચવું ? 


ગાયો ચરાવતો યમુનાને કાંઠે, 

બંસી બજાવતો કદમ્બની ડાળે, 

ગોપીઓના ચીર ચોરનાર,

કાના તને કેમ સાચવું ?

હવે લાલા તને કેમ સાચવું ? 


વૃંદાવનમાં તું રાસ રચનતો,

ભેરુબંધ સાથે, ગેડી-દડો રમતો,

કાળી નાગ નાથનાર. 

કાના તને કેમ સાચવું ? 

નંદદુલારા તને કેમ સાચવું ? 


Rate this content
Log in