STORYMIRROR

Kailash Vinzuda

Others Tragedy

3  

Kailash Vinzuda

Others Tragedy

કાલ દુભાવાની

કાલ દુભાવાની

1 min
14K


મુજની વય છે હવે બેસી ઘરે ખાવાની,

તોય બદદુઆ મળી કામે હજી જાવાની.


હું હવે થાકી ગયો છું પ્રભુ કામી કામી,

શ્વાસ મારા તું લઈ લે તુજ મેહરબાની.


આજ મારી સાથ જેવું તું કરે તો કાલે,

દિકરા તારે અહીં વંશાવળી​ થાવાની.


બોજ ઉઠાવું છું આખી દુનિયાનો માથે,

આ ઉંમરમાં તોય તારે નઈ દયા ખાવાની.


જેટલી આજે તું આતેડી દુભાવી મારી,

એટલી 'કૈલાશ' તારી કાલ દુભાવાની


સામગ્રીને રેટ આપો
લોગિન