ક કમળ નો ક, એ ફોર એપલ
ક કમળ નો ક, એ ફોર એપલ
શીખો ભલે એ ફોર એપલ
પણ ક્યારેય ન ભૂલો ક કમળ નો ક,
ખાઓ ભલે પીઝા બર્ગર
પણ ખાવાનું ન મૂકો રગડો,
બોલો ભલે ઇંગ્લિશ
પણ 'હિન્દી ગુજરાતી બોલતા' પર ન હસો,
પહેરો ભલે વેસ્ટર્ન
પણ સ્વીકારો ભારતીય પોશાક,
ફરવા જાવ ભલે વિદેશ
પણ ભારતની માટી ને ન છોડો,
ગાવ ભલે ઇંગ્લિશ ગાયન
પણ ન ભૂલશો ભારતીય સંગીત,
આવડે બોલતા ઇંગ્લિશ તો કરો ભલે અભિમાન
પરંતુ હિન્દી બોલે એને ન માનો અભણ,
ઇંગ્લિશ ભલે રહી અંતર રાષ્ટ્રીય ભાષા
પરંતુ હિન્દી છે આપણી રાષ્ટ્રીય ભાષા,
અને ગુજરાતી છે માતૃભાષા એ ન ભૂલો.
