જય શ્રી રામ
જય શ્રી રામ
1 min
34
પાવન થયું આજે અયોધ્યા ધામ,
જયારે અવતર્યા પ્રભુ શ્રી રામ,
જય શ્રી રામ જય શ્રી રામ,
સરયૂ નદી એ પ્રગટ્યા દીપ,
ઉમટ્યા માનવ સંત સમીપ,
આવ્યો શુભ અવસર આજ,
થશે સૌ મંગલ કામ,
અયોધ્યા નગરીમાં ગુંજે એક જ નામ,
જય શ્રી રામ જય શ્રી રામ,
આવ્યા લક્ષમણ સીતા ને હનુમાન,
સંગાથે પુરષોતમ શ્રી ભગવાન,
આનંદમયી થયો દેશ આજે,
સાંભળી ધૂન જયારે,
જય શ્રી રામ જય શ્રી રામ,
ઉગશે સૂરજ આનંદનો આજ,
મનાવાશે દીપોત્સવ આજ,
ઝગમગશે અયોધ્યા ધામ,
અવતર્યા આજે પુરષોતમ રામ,
ગૂંજશે આજે એક જ નામ,
જય શ્રી રામ જય શ્રી રામ.
