STORYMIRROR

Shaurya Parmar

Others

0  

Shaurya Parmar

Others

જય શ્રી રામ !

જય શ્રી રામ !

1 min
2.4K


મારી ગુજરાતી શ્રીરામથી ભરપૂર છે, 

નમસ્કાર કરતી વખતે, 

સૌપ્રથમ તો રામ રામ ! 

મુસીબતથી બચી જાય તો, 

રામ રાખે તેને કોણ ચાખે, 

ટેક લીધી હોય તો, 

રામના રખોપા રાખ્યા, 

ના ખબર પડે તો, 

મારો રામ જાણે, 

જતું કરવા હાટુ બોલે, 

એને રામ રામ કરો, 

ભાંગી જાય ત્યારે કે, 

રામ રોટલો થયો, 

દવા દેતી વખતે બોલે, 

આતો રામ બાણ ઇલાજ છે,

સારી જોડ જુએ તો કહે, 

આતો રામ સીતાની જોડી,

જીવનમાં જલસા હોય તો કે,

રામ રાજ્ય અને પ્રજા સુખી,

અને છેલ્લે મરતી વખતે પણ, 

એના રામ રમી ગયા, 

સ્મશાનમાં જતી વખતે પણ, 

રામ બોલો ભાઈ રામ, 

રામનામ સત્ય હે. . . . 

આજે જ્યારે શ્રીરામનો જન્મ દિન છે ત્યારે, 

જય શ્રી રામ ! 


Rate this content
Log in