જોતો રહ્યો
જોતો રહ્યો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
116
જોતો જ રહ્યો હું, તને જતાં,
રડતો રહ્યો હું, યાદ તને કરીને,
મલકાતો રહ્યો મનોમન, તારી યાદમાં,
માની નહીં તું વાત ને, મનાવતો રહ્યો,
હું મારાંજ દિલ ને, સમજાવતો રહ્યો,
છૂટી ગયો સાથ તારો, ખાલી રહ્યાં હાથ,
છુપાવતો રહ્યો અશ્રુને, આંખો પાછળ,
વધતો ગયો છતાં હું, આગળ ને આગળ,
તારી જ તરફ ફરતો રહ્યો, નિરાશ થયો,
એકલતામાં તને જ હું વિચારતો રહ્યો,
દર્દ વિરહ તણું બસ સહેતો જ રહ્યો,
કરી છૂટ્યો બધું જ, પરંતુ નામંજૂર રહ્યું,
હારી ગયો અંતે, સુનો જીવનનો રસ્તો રહ્યો..