જો ને કેવી સુંદર સવાર મળી છે
જો ને કેવી સુંદર સવાર મળી છે
જોને કેવી સુંદર સવાર પડી છે
આ સોનેરી સોના મહોર મળી છે
જોને કેવી સુંદર સવાર મળી છે
આ બાગનો પણ જોને બદલાયો મિજાજ છે
બાગે પધારી આ ફૂલોની બારાત છે
જોને કેવી સુંદર સવાર મળી છે
આ ફૂલોના ગાલે લાલી છે
આ ભમરા ઓ પણ સવાંલી છે
પ્રપોઝ કરે આ ફૂલોને
ફૂલોના ચહેરા પર શરમ ની લાલી છે
આ પતંગિયા ઓ પણ ટોળે વળ્યા
ફૂલો ને જાણે ગળે મળ્યા
જાણે ! ફૂલોના પ્રેમમાં ઓગળ્યા
જાણે લૈલા ને મજનુ મળ્યા
જોને કેવી સુંદર સવાર મળી છે
જોને કેવી સુંદર સવાર મળી છે
કર્મ કરવા માટેની કેવી સુંદર તક મળી છે
ભૂલો સુધારવા માટેની કેવી સોનેરી તક મળી છે
બસ કુદરત નાં સૌદય ને માણવાનો ,
માનવીને કેવો સુંદર હક મળ્યો છે
ઝીરોમાંથી હીરો બનવાની કેવી સુંદર તક મળી છે
જો ને કેવી સુંદર આહલાદક સવાર મળી છે
