જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં
જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં
જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં
વિતાવ્યું છે બાળપણ મજાનું આ જગતમાં,
હસતાં, રમતાં, ખેલતાં, કુદતા, સમય વહી ગયો
કેટલાય લાડ લડાવીને ઉછેરીને મોટાં કર્યા,
ભણાવ્યા, ગણાવ્યા ને પરણાવ્યા સમાજમાં
જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં,
કયારે બાળપણ ગયું ને પડયાં જંજાળમાં,
જવાનીના જોરે કમાઈ વસાવી મિલકત ઘણી
છોકરાઓ ને પરણાવી ફરજ પૂરી કરી,
કયારે વીતી ગઈ જવાની, દાદા થઈ ગયાં
જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં,
બાળકો સાથે રમતાં, બાળપણમાં ખોવાઈ ગયાં
લાકડીના સહારે ડગુમગુ ચાલતા થઈ ગયા,
ખબર જ ના પડી જીવનના ચડાવ ઉતારમાં
આખરે અંતિમ પડાવે, શ્વાસ પણ થંભી ગયા
જન્મ્યો હતો હસતાં હસતાં આ જગતમાં.
