જન્મોધર
જન્મોધર
1 min
294
જન્મે છે રોજ સવારે, સમય સર સોનેરી ધૂપ મળશે,
ક્ષિતિજો પરનાં વાદ્યસમૂહો, જાગ્રૃત આપોઆપ થાશે,
નાનો અમથો એ કાચનો ટૂંકડો, મારે મેળવવો છે,
ફેરવવો છે હાથ, તિક્ષ્ણ જાણી સુપરત કરવો છે,
વાત વાતમાં વહી જતો, ઘડીક જવાન કરે છે,
આજ તો જીવનચક્ર છે, જે મને વૃર્દ્ધ કરે છે
જન્મે છે રોજ સવારે, ને મને યાદ કરાવે છે,
સમયનાં સાચા અર્થને તે દર્શાવે છે.
