જન્મદિવસની શુભેચ્છા ખ્વાઈશ
જન્મદિવસની શુભેચ્છા ખ્વાઈશ
1 min
2.0K
તું તો અમારા આંગણાંની લીલીછમ્મ વેલી છે,
આજે તારા જન્મદિવસ પર આમ દુઆ મોકલી છે.
રૂડા ઘાટે ઈશે ઘડી મોકલી અમ દ્ધારે તને રે,
અજાણ્યાને વ્હાલી લાગે એવી તારી સૂરત રે.
અમારા જિંદગીમાં ઉજાસ બનીને આવી રે,
અમને ગૌરવ તારા ઉપર સદાય અપાર રે.
અમારા વડીલોના આશિષનો સાથ સદાય રે,
અમારી દિલની ભાવના કે તું ખૂબ પ્રગતિ કરે રે.
તને મળ્યા છે બધાના હિંમત ને સુસંસ્કાર રે,
ખ્વાઈશ ખુશી ખુશી મહેકાવીશ જીવન સંસાર રે.
તને શું ભેટ આપીએ આ શુભ દિન ઉપર રે,
તું જ અણમોલ સર્જન છે ઈશ્વરની દેન રે.
