STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

જન્મદિન કિનારા થઈ ભીંજે

જન્મદિન કિનારા થઈ ભીંજે

1 min
234

જન્મદિન કિનારા થઈ ભીંજે…


ઝગમગ ઝગમગ દીઠા અમે તો

 સ્વપ્ન મહીં અજવાળા

 હસી  ખુશીના  ફૂલો  લઈને 

 મહેકે  મિત્ર   રૂપાળા


કંકુવરણી ખીલી જ પ્રભા આ

સ્વજન સંગ હું પ્રાથું

માગું જ ખુશી મિત્ર જગતની

પ્યાર મુબારક ઝીલું


પવન સપાટા ભાવ અંતરના

સંગ જ સાગર નૈયા

જન્મદિન કિનારા થઈ ભીંજે

ચીતરું ભાત સવૈયા


વિશાલ નભ સમ હૈયાં હરખીલાં

દઉં ઋણ સભર સંદેશા

પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં

પૂરે  ઈશ  અભિલાષા

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન