જિંદગીનો વૈભવ
જિંદગીનો વૈભવ
ગઈ કૉલેજ ને ગઈ મસ્ત મસ્તી એજ,
ગઈ એ જિંદગી, ને ગઈ મજા સહજ !
જિંદગી વૈભવ હતો ને હતો સુવર્ણકાળ,
વર્તમાને ક્યાં નસીબમાં એ આનંદ પળ !
કાળ વહેણમાં ડૂબી ગઈ એ સોનેરી યાદ,
તોય અંતર આકાશે અકબંધ રાખી યાદ !
હતી જિંદગી નિર્દોષ ! ને હતા મિત્રો નિર્દોષ,
ન સ્વાર્થ, ન કપટ, હતો તો હતો પ્રેમ નિર્દોષ !
હતી મસ્તી ને હતી કેવળ પુસ્તકમાં જિંદગી,
ને હતી મુક્તગગને ઊડતાં ખગ સમ જિંદગી !
ને છું હુંય નસીબધની જીવને મળ્યાં ખરા યાર,
વર્ષો બાદ મળે તોયે ઝળકે નેને નેહ ને આદર !
કરું મિન્નત ખુદાને સદા સુખી રહે યાર સંસાર,
કાન્તાસુત પાક હૈયાનો હે ખુદા સૂણજે પોકાર !
