જિંદગી
જિંદગી


સાપેક્ષ: સમજદારી, ઉત્તરદાયિત્વ,
વ્યાવહારિકતા, પરિપક્વતા
નિભાવતા પરિણમેલ કોઈક દિવસની,
કથા અને વ્યથા; અત્રે પ્રસ્તુત.
એક એવી રાત જ્યા ભર્યા ગગનમાં,
ચાંદની અભાવ્ય છે,
એક એવો દિવસ જયા છતાં,
સૂરજે રોશની અલભ્ય છે.
દિલની એવી લાગણી જેને,
અકાળે મર્યાનો આઘાત છે,
સંવેદનાનું એક સમીકરણ,
જેને વૈજ્ઞાનિક ઘાત છે.
આંખોનું એક ચોમાસું,
જેને દુકાળની આળ છે,
હૈયાજ્વાળાની રજી,
જેથી ટાઢકને વેગ છે.
દુરંદેશીની એક ગાથા જેથી,
સહદેવસમો ઉદ્વેગ છે
તરુણ એવી જવાબદારી,
જેને અકાલપક્વ શીર્ષ છે.
એક એવો દિવસ જયા છતાં સૂરજે,
રોશની અલભ્ય છે
એક એવી રાત જ્યા ભર્યા ગગનમાં,
ચાંદની અભાવ્ય છે.
ઉપરોકત ઘટમાળોનો તાર્કિક,
અને સઘન નિચોડ એટલે જિંદગી.