જિંદગી
જિંદગી
1 min
176
કોઈ શોધે સફળતાની સીડી,
તો કોઈ જુએ હસ્તરેખા,
કોઈ ને મલાલ રહે જન્મવાનો,
તો કોઈ જુએ મૃત્યુની રાહ,
કોઈ શોધે સુખ સમૃધ્ધિ,
તો કોઈ શોધે સાથી,
કોઈ ને ખોટ હોય શેરમાટીની,
તો કોઈ શોધે કુખ,
કોઈ શોધે દુ:ખનું કારણ,
તો કોઈ આપે કર્મ ને દોષ,.
કોઈને સુખ સાચવવાની ચિંતા,
તો કોઈ શોધે સાચું સુખ,
કેવી અવઢવ ભરેલી જિંદગી ?
કોઈ માંગે શ્વાસ ઉધાર,
તો કોઈના છીનવાય પ્રાણ.
