જિંદગી
જિંદગી
1 min
184
અજબ સવાલોની ગજબ જિંદગી,
જો ઉકેલાઈ જાય તો કેવી આ જિંદગી ?
નિતનવા પ્રશ્નો સાથે રોજ આવે જિંદગી,
વગર ઉકેલે સાંજ થતી જિંદગી,
ક્યારેક મિજબાની તો ક્યારેક મજબૂર જિંદગી,
ના રેલાવું 'હિર' હાસ્ય તો કેવી આ જિંદગી ?
છડે ચોકે મદમસ્ત જિંદગી,
મારા અંતરાયમાં આર્તનાદ આ જિંદગી,
ક્યારેક ખુશીનો ભંડાર જિંદગી,
તો ક્યારેક દુઃખો અપાર જિંદગી,
પળમાં બદલતી ચાલ જિંદગી,
તો પળ ને થંભાવતી આસાન જિંદગી,
અજબ સવાલોની ગજબ જિંદગી.
