જિંદગી
જિંદગી
વીતી ગઈ જિંદગી ઘણીએ વાતોમાં જ
નવ જડ્યું કશુંય આ ખોખરા નાતોમાં
ઘણોય વરસ્યો મેહ ઉપરથીય
પર્વત પર નિસરણી કરી ભોંય ભેગો જ
જિંદગી ઘણીએ વીતી ગઈ આમજ રે,
પહાડ પર પોઢેલ ઝાંડી-ઝાંખરામાંથી વે'તા નીરની
જેમ રસ્તો કરી આગળ વધવું રે
જિંદગી ઘણીએ વીતી ગઈ આમજ રે,
બધેથી જળ એકઠું થઈ પટકાયું સરોવરે
ને સાગર થઈ છલકાયું એક અવસરે
આમજ વિખરાઈ ભેગી થઈ
જિંદગી ઘણીએ વીતી ગઈ આમજ રે,