જિંદગી
જિંદગી
ચાહો તો મેઘધનુષી રંગોની લહેર છે જિંદગી
ચાહો તો પ્રકૃતિની અનમોલ દેણ છે જિંદગી
બચપણની નિદોષૅતાની ઉતમ દેણ છે જિંદગી
કિશોરાવસ્થાના પ્રશ્ર્નોની દેણ છે જિંદગી
તરુણાવસ્થામાં મિત્રોનો ઢેર છે જિંદગી
યૌવનના હૈયાનો અમૂલ્ય પ્રેમ છે જિંદગી
પ્રોઢાવસ્થાએ પરિવારને જવાબદારીનો મેળ છે જિંદગી
વૃદ્ધાવસ્થામાં ઈશ્ર્વરને ભજવાની ટેવ છે જિંદગી
જિંદગીને સવૅ રંગોથી માણો તો રંગીન છે જિંદગી
જિંદગીને ખેલદિલીથી ખેલો તો ઉતમ ખેલ છે જિંદગી
સંબધોરૂપી રંગોનો પંચરંગી મેળ છે જિંદગી
શ્રેષ્ઠ રીતે ભજવો તો રંગમંચનો ખેલ છે જિંદગી
સુખ ને દુઃખના રંગોથી ઘોળેલ ઉતમ લેપ છે જિંદગી
સફળતાને અસફલતાનો રંગેલો માગૅ છે જિંદગી
આંનદને શોકનો રંગીલો તાલમેલ છે આ જિંદગી
માન અપમાનનો રંગીન બેલ છે આ જિંદગી
નસીબનો મહેનત સાથેનો ખેલ છે આ જિંદગી
ભરપુર પીવો રંગોનો ભરેલો અમૃતી ઘટ છે જિંદગી
જીવન રૂપી રંગોળીનો એક રંગીન ઢેર છે જિંદગી
મને લાગે છે કલમનો કાગળ સાથેનો મેળ છે આ જિંદગી
