STORYMIRROR

Kalpesh Vyas

Others

4  

Kalpesh Vyas

Others

જિંદગી શું છે ?

જિંદગી શું છે ?

1 min
518

ક્યારેક પૃથ્વીના ભૂગર્ભમાં રહેલ આગ છે જિંદગી,

ક્યારેક છાપરે બેસી કા કા કરતો કાગ છે જિંદગી,

ક્યારેક ફૂલોથી ભરેલું એક સુંદર બાગ છે જિંદગી, 

ક્યારેક આશ્ચર્યચકિત કરતું જાદુઈ ચિરાગ છે જિંદગી.


ક્યારેક સુખદાયક મધુવંતી રાગ છે જિંદગી, 

ક્યારેક દુખમાં ગવાતો વિહગ રાગ છે જિંદગી,

ક્યારેક રાગથી તરબોળ, તો ક્યારેક બેરાગ છે જિંદગી,

ક્યારેક સુખનો અંદેશો આપતો સુરાગ છે જિંદગી, 

ક્યારેક ફૂલના મધ્યમાં વસેલો પરાગ છે જિંદગી. 


ક્યારેક જોવામાં ન આવે એવું સપનું છે જિંદગી, 

ક્યારેક માન્યામાં ન આવે એવી હકિકત છે જિંદગી,

ક્યારેક લાગે છે કે ખુશીની ઝોળો છે જિંદગી, 

ક્યારેક લાગે છે કે દુ:ખની પોટલી છે જિંદગી.


ક્યારેક ત્રણ અક્ષરનો શબ્દમાત્ર લાગે છે જિંદગી,

તો ક્યારેક શબ્દોની પેલે પાર લાગે છે જિંદગી,

ક્યારેક તો સમજમાં આવતી જ નથી જિંદગી,

ક્યારેક સમજીને પણ સમજાવી શકાતી નથી જિંદગી.


Rate this content
Log in