STORYMIRROR

Ishani A.

Others

3  

Ishani A.

Others

જિંદગી ની ફ્રેન્ડ રિકવેસ્ટ

જિંદગી ની ફ્રેન્ડ રિકવેસ્ટ

1 min
449

આજે મને જિંદગીની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી,

પોતાના માટે જીવવાની એક ક્ષણ મળી,


દોસ્તી, મસ્તીને ખુશીની લાઈક મળી,

આજે મને જિંદગીની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી,


થોડા દુઃખથી જીવનની વોલમાં ભીનાશ મળી,

આમજ જિંદગીની મને ફ્રેન્ડ રિકવેસ્ટ મળી,


કેવા મજાના દિવસો હતા બાળપણના,

ફરી બાળપણને જીવવા,

જિંદગીની મને ફ્રેન્ડ રિકવેસ્ટ મળી,


પ્રેમમાં તૂટેલા સંબંધને ભૂલવા એક કડી મળી,

ફરી જીવનને જીવવા,

જિંદગીની મને ફ્રેન્ડ રિકવેસ્ટ મળી.


Rate this content
Log in