STORYMIRROR

Sheetlba Jadeja

Others

3  

Sheetlba Jadeja

Others

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે ..

3 mins
276

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

ગણતરી માંડી નથી, મેં કદી સંબધોમાં,

સરવાળા, બાદબાકી ગુણાકાર હોય કે ભાગાકાર,

પણ આ ગણિત જ મને ખોટું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

સાગર ક્યારેય ઝાંકળને મળી શકતો નથી એ સત્ય છે,

પણ, આજે સાગર ઝાંકળ સાથે છે, તેવું દ્રશ્ય લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

સવારથી દોડી રાત્રે હાંફી જઉ ત્યારે,

એ રાત પણ ઉનાળામાં મધરાતે વરસાદ જેવી લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

તું ભલેને ચોમાસામાં રીમઝીમ વરસાદથી ભીંજાતો હોય,

પણ, મને તો વરસાદ પણ ધોમ તડકા જેવો લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

કહે છે વિજ્ઞાન એવું કે, હૃદય વગર જિંદગી ચાલતી જ નથી,

પણ, અહિંયા તો આ હૃદય જ પારકું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

કહે છે દિવાબતી મિણબતીને સળગાવે છે,

પણ, અહિંયા તો મિણબતીને જ હવા સળગાવે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

ઉદાસીનતા અને એકલતાને કયાર્નીયે મેં બંધ પટારામાં પૂરી દીધી છે,

પણ, અહિંયા તો ફરી ઉદાસીનતાજ મને શોધે છે એવું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

સુ:ખ અને દુ:ખ ને ત્રાજવામાં તોલવા બેઠી છું ત્યારી સુ:ખમાં હંમેશા તું સાથે આવે છે,

પણ, અહિંયા તો દુ:ખ જ સુખને શોધે છે એવું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

જાણું છું, કે નાનો પથ્થર કેં કાંકરો નદીમાં ફેંકવાથી વમળ થાય છે,

પણ , અહિંયા તો આ કાંકરો શોધવો જ અશક્ય હોય એવું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

કહેવાય છે રમકડામાં, જુના રમક્ડા માટીના,

પણ અહીં તો રમકડાનો જ રોજ ભુકો કરવામાં આવે છે !

અને પછી તેમાં પાણી નાખી નવા રમક્ડા રોજ બનાવવામાં આવે છે,

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

અહીં રોજ શોધતી હતી હું તને,

પણ, મને ખબર ન હતી કે ફળિયામાં જ તારો સાથ લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

આ પહાડની જેમ અડીખમ ઊભી રહી છું ત્યારે,

આ પહાડ પણ મને ટૂંકો લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

આ મારી ગોળ-ગોળ આંખો છે, જેના બંધ પાંપણોના ઘણા બધા સપના છે,

પણ આ ગોળ આંખોના સપના પણ મને જુઠા લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

લોકો કહે છે કે સમય સાથે સમય બદલાય છે, પાનખર પછી પણ વસંત આવે છે,

પણ અહિં તો વસંત જ પાનખર જેવી લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

અરે, અહીં તો ભર વરસાદમાં ખીલેલું કમળ પણ, સફેદ રણ જેવું લાગે છે,

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

કહેવાય છે કે પૈસા બહું ખાસ છે જીવવાને માટે,

પણ, આ પૈસા પણ ફક્ત કાગળ લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

વાવાઝોડું આવે ત્યારે વંટોળે ચડે છે જિંદગી,

પણ, આ વાવાઝોડું પણ વરસાદ જેવું લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

જાણું છું કે કિંમતી મોતી ખોવાઈ ગયું છે ઘરમાં જ્યારે,

ત્યારે આ ઘર પણ મને સમુદ્ર જેવું લાગે છે,

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

શોધવાનું, ખોવાઈ જવાનું, મળવાનું, ભૂલવાનું, ગણવાનું, હારવાનું અને જીતવાનું,

એ છોડી દીધું સઘડું બધુ મેં આજે,

મારા હાથમાં તારો હાથ જ બસ સાચો લાગે છે,

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

જિંદગી ભલે ટૂંકી હોય, પણ તારો સાથ ઓછો લાગે છે !

Rate this content
Log in