STORYMIRROR

Dr. Ranjan Joshi

Others

3  

Dr. Ranjan Joshi

Others

જીવતર

જીવતર

1 min
293

સંબંધો સૌ સ્વાર્થના વળાવે પૂરું વળતર,

હે ઈશ્વર ! કાં આપ્યું આવું જીવતર ?


સ્નેહ, મમત ને વહાલ નામના શબ્દો લાગે કાચા,

વેર-ઝેર ને દંભ-દેખાવના પડદા ઉઠતા સાચા.

જીવ દઈને જીવ ઝંખતા દીઠા મેં તો માવતર

હે ઈશ્વર ! કાં આપ્યું આવું જીવતર ?


રાગ -દ્વેષ ને નિંદા ઝરતો દીઠો જીવનો દેહ,

કોઈ દિવસ ના લાગે એને સાચા શિવનો નેહ,

અઘરા 'રંજ' જીરવવા તે કાં રાખ્યો મુજને પડતર,

હે ઈશ્વર ! કાં આપ્યું આવું જીવતર ?


Rate this content
Log in