જીવતા સૌ નથી
જીવતા સૌ નથી

1 min

480
ફૂલ તો આંકડમાંય હોય છે,
પણ એ મહેકતાં નથી,
કાંટા તો ગુલાબમાંય હોય છે,
પણ એ ડંખતા નથી,
દુઃખ તો ઘણાને હોય છે,
પણ એ સૌ છકી જતાં નથી,
આંસુ તો દરેકની આંખો માં સમાયા છે,
પણ સૌને દેખાતા નથી.
આશા તો સૌ સેવે છે,
પણ પરિશ્રમ સૌ કરતાં નથી...
મગજ તો દરેક વાત પર દોડાવે,
પણ દિલનું સૌ સાંભળતા નથી.
શાયરી તો સૌ કરે છે,
પણ શાયર સૌ હોતા નથી,
પ્રેમ તો સૌ કરે છે,
પણ ઘાયલ સૌ હોતા નથી,
શું કહું મિત્રો, જીવે તો સૌ છે.,
પણ જીવતા સૌ નથી.