Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

જીવનસાગર

જીવનસાગર

1 min
27


હે માનવ તું જીતેલી બાજી કેમ હાર,

તારા જ પગ પર તું કુહાડો કાં માર,


દગાખોર બની પાછળથી ના કર વાર,

તું જીવનસાગર તરીને બીજાને તાર,


કોઈ લોકોનું સારું જોઈ ના કર ખાર,

સૌ તારો પરિવાર છે, જુદા ના લગાર,


રાખ ત્યાગની ભાવના, મનથી વિચાર,

બુદ્ધિશાળીનો સંગ કર, છોડી દે ગમાર,


પરિવાર સંપીને રહો, ના બાંધો દીવાર,

શું લાવ્યા શું લઈ જવું, મૂકી દો તકરાર,


છેલ્લે પાંચ ફૂટમાં પોઢવું, ના કરો કરાર,

શું ખબર ફરી કઈ યોનિમાં જીવ જનાર,


મારું તારું કંઈ જ નથી, ઈશ્વર છે દેનાર,

સુખ હોય કે દુઃખ કર્મબંધનથી મળનાર,


ઈશ્વરનો શું દોષ, લેખ વિધાત્રી લખનાર,

તું નાવિક જીવનનો કર ગ્રહી લે પતવાર,


આવે તોફાન મઝધારે, એમને તું નિવાર,

તરી જા ભવસિંધુ કરી લે સાગરને પાર,


તોડી માયાની બેડીને થઈશું સહુ ફરાર,

યમદૂતો પકડીને લઈ જવાના યમદ્વાર,


સગા વ્હાલા છાતી ફૂટીને કરશે પોકાર,

ચિત્રગુપ્ત તેના ચોપડે કર્મને લખનાર,


જેવી જેની કરણી તેવું ફળ પામનાર,

' પ્રવિણ' ચાર દિન રોઈ પછી ભૂલનાર.


Rate this content
Log in