STORYMIRROR

jignasa joshi

Others

4  

jignasa joshi

Others

જીવનનો થયો બદલાવ

જીવનનો થયો બદલાવ

1 min
197

હવે મને પ્રશ્નો પૂછવા રહેવા દો

સૂરજ પણ હળવો થઈ ગયો છે.

હતાં કાલ જો પુષ્પો ઉપવનમાં,

આજે ત્યાં પણ ગારો થઈ ગયો છે.


હેતના સમંદરમાં મેં નાવડી નાંખી,

પણ વહેમનાં મોજાંનો છારો થઈ ગયો છે.

કાલ સુધી આપણે જેને માનતા‘તા દુશ્મન,

પણ આજે આ સંબંધોમાં ભાઈચારો થઈ ગયો છે.


જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યાં જ કરશે,

સમજદારીના સેતુ પર હવે હાશકારો થઈ ગયો છે.

મનના મંદિરમાં આશાનો દીપ પ્રગટાવજો,

છતાં ક્યારેક તમે પણ કહેશો, તાપ આકરો થઈ ગયો છે.


Rate this content
Log in