જીવનની રફતાર
જીવનની રફતાર
1 min
25.3K
રોજરોજ જિંદગીમાંથી એક દિવસ બાદ થાય છે.
તેમ છતાં ન મળેલાંની કેટકેટલી ફરિયાદ થાય છે.
વહેતી જીવન રફતારમાં સમયની સાઠમારી કેવી !
આપદ વેળા આવતાં મનમાં કેવો વિષાદ થાય છે.
મળેલાંની વાતે સંતોષની રેખા સુદ્ધાંએ ના દીસતી,
બીજાંની ઉપલબ્ધિ દેખીને સહજ વિવાદ થાય છે.
નિષ્ફળતાનું દોષારોપણ ભાગ્યને ગ્રહો પર થતું!
સફળતાનો જશ નિજને આપીને યાદ થાય છે.
ઇશભજન કે આભાર એનો ભાગ્યે જ મનાતો,
સ્વાર્થની વાત આવતાં ગમે તે પૂજ્યપાદ થાય છે.
