STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

જીવનગાથા

જીવનગાથા

1 min
370

સમય સાથે ડગ માંડી ઉંમરની આંધી ચીરૂ છું,

જન્મ્યો જે ગમે એને આજે યાદ હું કરું છું,

રચનાકાર બની હું આજે જીવનગાથા રચું છું.


નાનો બાળ 'વિજય' બની હું આખું ગામ ફરતો'તો,

દિવસે તોફાન ને રાતે વાર્તા કરતો'તો,

માટે-પિતા સંગ મેળે ફરવા જતો'તો.


ભણતરમાં હું ભોમિયો થઇ ફરતો'તો,

ભણી ગણી હું શહેરમાં આવી વસ્યો'તો,

ઉંમર સાથે હું પરિપક્વ બનતો'તો.


સાથ સાચા જીવનસાથીનો હું હરહંમેશ ઝંખતો'તો,

લગ્નગ્રંથી સાથે પરિવારનો મીઠો માળો બાંધી હું રમતો'તો,

સમયની સંગાથે સેર બાંધી, દેશ છોડી પરદેશમાં હું વસ્યો'તો.


ઉંમરે આપ્યો આંચકો એટલે ગઢપણમાં હું પહોંચ્યો છું,

ડોક્ટર સાથે એક લેખક બની હું જીવ્યો છું,

જીવનગાથાની શું વાત કરું દોસ્ત!

શ્વાસે-શ્વાસે હું જીવ્યો છું ને શબ્દે-શબ્દે હું રમ્યો છું.


કુદરતના કરિશ્માને હું જીવનપર્યંત સમજ્યો છું,

જન્મથી લઈને ગાઢપણની આ ગાથા સાથે જ હું રમ્યો છું,

આજે શબ્દ ઓછા ને લાગણીઓનું ઘોડાપૂર વધ્યું છું.


જીવનગાથાના સર્જનમાં શબ્દ ઓછા ને લાગણીઓ ભરપૂર છે,

સંતોષી જીવન સાથે જિંદગીનો સફર

અને સફરમાં અનુભવની અસર જરૂર છે.


Rate this content
Log in