STORYMIRROR

Kalpesh Vyas

Others

4  

Kalpesh Vyas

Others

જીવન કેટલું બદલાવા લાગ્યું

જીવન કેટલું બદલાવા લાગ્યું

1 min
352

પોપટની જેમ રટણ કરતું મુખ હવે,

બગલાની જેમ શાંત રહેવા લાગ્યું.


મોરની જેમ કેકારવ કરતું મન હવે,

કાગડાની જેમ કકળાટ કરવા લાગ્યું. 


સમડીની જેમ ઊંચે ઊડતુ હદય હવે,

શાહમૃગની જેમ દોડાદોડ કરવા લાગ્યું.


વાંદરાની જેમ કુદાકુદ કરતું મન હવે,

પાડાની જેમ આળસ કરવા લાગ્યું.


કલ્પનાના ઘોડા દોડાવતું મગજ હવે,

જવાબદારીઓનું ગાડું ખેચવા લાગ્યું.


પતંગિયાસમુ બિંદાસ ઊડતું મન હવે,

પતંગની જેમ દોરીથી બંધાવા લાગ્યું.


'ગમેતેમ' વર્તન કરતું હતું મન હવે.

બીજાને 'ગમે તેમ' કરવા લાગ્યું.


ખરેખર ! આપણું આ જીવન હવે, 

પહેલા કરતા કેટલું બદલાવા લાગ્યું !


Rate this content
Log in