જીવન ગણિત
જીવન ગણિત
1 min
216
જીવનના ગણિતને ગણવા બેઠી,
કાચા ગણિતની પાકી રેખા આંકી,
માંડયા સરવાળા, કરી બાદબાકી,
ગુણયા સોએ ભાગ્યા કરી,
છેલ્લે માંડયું સરવૈયું.
ના મળ્યા સરવાળા જીવનના;
કેમ કે ! ના આવડી એકેય રીત,
સંબંધોની થઇ બાદબાકી,
સ્વા્ર્થનાં થયા તા ગુણાકાર,
લાગણીના થયા તા ભાગાકાર,
કેમ ને કરું સંબંધોનું સરવૈયું.
એક સરવાળે સાંધુ ને,
બાદબાકી એ છેદ પડે,
તેર તૂટે...
પરીક્ષા અગણિત જીવનની !
અગણિત સરવાળા
જો સાચા પડેય એકય સરવાળા !
તો થઇ જાવ માલામાલ...
હાય રે જીવન !
કેમ રે માંડુ તારુ સરવૈયું તારુ રે !
