જીવન એક રેલ
જીવન એક રેલ
1 min
174
જીવનની એક રેલ બરાબર આમ જ દોડે,
તડકા છાંયડીના પાટા પર જીવતરને જોડે,
આગ ઝરતું એન્જીન કરતું ભખ ભખ ભખ,
ઝંઝટ લઈ જીવન કેરી જીવતરનાં દિન તોડે,
સંબંધ નામે ખાલી ખોખાં ભારે શોર મચાવે,
ઠાલા ઠાલા ધક્કામુક્કી જાણે માથા ફોડે,
એક સ્ટેશન સુનિશ્ચિત એ તો સૌએ જાણે,
તોયે કાળાંધોળાં કરમો કરતા તૂટે હથોડે,
ઝગમગ ઝગારા કરતી બત્તી ક્યારે બૂઝે,
રેલને જીવન એક જ ઘરેડે એકી શ્વાસે દોડે.
