જીવન ચક્ર
જીવન ચક્ર
સમયનું આ જીવનચક્ર ફરતું ગોળ-ગોળ,
લઈને બાબા ગાડીથી એ થતુ ડામાડોળ.
કિટ્ટા બુચ્ચાની સમજ ખોઈ ભણતર ના ભાર ધોયા,
જવાબદારીનો બોજ ઉપાડ્યો મિત્રોને અમે ખોયા.
ચોકલેટ, કુલ્ફી, ગીલીડંડા એ લીધું ધંધાનું રુપ,
સમયનો તમાચો વાગતાં થઈ ગયાં સૌ ચુપ.
ધીમે ધીમે સઘળું જીવન પરિવર્તન પામે,
નાની વાતે રડતા'તા, હસીએ હવે દુ:ખ સામે.
પા પા પગલી, ડગલાં બની હવે જીવન અંતર કાપે,
નિસ્વાર્થ સ્નેહ જે મળતો મુજને કોઈ હવે ના આપે.
કેવી કરામત સમયની ,આ જીવનચક્ર જેમ ફરતું,
મારુ મારુ કરીને અંતે જીવ્યા વિના કોઈ મરતુ.
બાળપણથી લઈ ઘડપણ સુધી કરતું એ શોર,
છેતરે છે એ સૌને જીવન, ચેતજો રે ચકોર.
સમયનું આ જીવન ચક્ર ફરતું ગોળ ગોળ,
લઈને બાબા ગાડીથી એ થતુ ડામાડોળ.
