જીવન ચિંતન
જીવન ચિંતન
1 min
456
જુવાનીના જોશમાં અમે જીવી ગયા,
ને મનોવ્યથામાં અમે ખુંપતા ગયા.
પ્રૌઢાવસ્થાએ સમજણની પાંખ ફૂટી,
જીવનનું મનોમંથન કરતા ગયા.
વૃધ્ધાવસ્થાના ઉંબરે પગ મૂક્યોને,
જીવન ચિંતનનો સાર સમજી ગયા.
જેવું ચિંતન એવું જ અમારું જીવન,
જીવનનાં પાઠમાં અમે ઘણું શીખી ગયા.
