જીવન અટવાયું છે
જીવન અટવાયું છે
આજે વિચારોનું એક જાળું રચાયું છે,
કોયડા જેવાં સવાલોમાં મન અટવાયું છે,
આ જિંદગી જીવવી કેમ ?
જીવન આપણું અટવાયું છે.
જે જોઈએ છે એ મળતું નથી,
મળે છે એ કોઈને ગમતું નથી.
નસીબને દોષ આપી દઈએ છીએ,
પણ એ નકારાની વાતો હવે ગમતી નથી.
સપનાંઓ છે બહું મોટાં સૌનાં,
રાહ છે આપણા ટુંકા,
બહું ઓછા સમયમાં આપણે,
કામ કરવાનાં છે ઝાઝાં.
નસીબદાર પણ હોય છે લોકો,
આજની દુનિયામાં પણ,
જેને દુઃખ શું હોય છે એ જ ખબર નથી.
બાકી તો નાટક જેવી દુનિયામાં,
રોજેરોજની સફરમાં પણ,
જીવનનાં એ ફ્લોપ અને હીટ શોના,
રાઝનું કારણ હજું કોઈને સમજાતું નથી.