જીતના મદમાં
જીતના મદમાં
1 min
325
જીતના મદમાં રહો ચોપાસમાં,
વાદ થઇ કદમાં રહો ચોપાસમાં.
મર્મ જીવનનો ભલે સંતાડતા,
હર્ષના ગદમાં રહો ચોપાસમાં.
કાવ્યની પ્હેલી કડીમાં સ્થાન લઇ,
રાગ થઇ પદમાં રહો ચોપાસમાં.
તુજ કળા ઘટતી જશે ધીમે રહી,
બસ પછી વદમાં રહો ચોપાસમાં.
સૌ શબ્દ સચ્ચાઇના વ્હેતા કરી,
સાચના નદમાં રહો ચોપાસમાં.
