STORYMIRROR

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

જીંદગી મુજને મળી હદ બા'રની

જીંદગી મુજને મળી હદ બા'રની

1 min
13K


જીંદગી મુજને મળી હદ બા'રની,

ને વ્યથાઓના ભરેલા ભારની.


ઘાવ દેનારા ધરો ધીરજ હવે,

ધાર બુઠ્ઠી થૈ હવે તલવારની.


જ્યારે હું એકાંતની વાતો કરું,

વાત તે ત્યારે કરે અખબારની.


એનાં માટે કામ સૌ છોડયા છે મેં,

જેમને ફુરસદ નથી પળવારની.


ફક્ત ધનથી નામના મળતી નથી,

હસ્તગત પણ રીત હો સત્કારની.


એ રીતે જીવ્યો 'મહેબુબ' ડર મહીં,

મૌતમાં પણ બીક લાગે મારની.


Rate this content
Log in