જિદે ચડેલો છું
જિદે ચડેલો છું
1 min
346
ખુદા ભૂલીશ ના એ વાત કે જિદે ચડેલો છું,
મને જ ખબર નથી કે આમ હું શીદે ચડેલો છું,
ઘણા તારે સવાલો ના જવાબો આપવાના છે,
તને થાતું હશે કે હું બહુ જ પીધે ચડેલો છું,
હજી પણ કેટલી મારી પરીક્ષા કરવી છે તારે,
ખબર છે ને તને કેવી હું તકલીફે ચડેલો છું,
હવે છે એટલો વિશ્વાસ મુજ ને જાત પર ખુદની,
તને એવું કે વધુ પડતી ઉમ્મીદે ચડેલો છું,
અવસ્થા હોત જો જાગૃત તો આવું ન થાત કદી,
તને હું શું કહું "સંગત "કેવી નીંદે ચડેલો છું.
