STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

જિદ્દી મન

જિદ્દી મન

1 min
201

આ જિદ્દી મનને હવે કહો સમજાવે કોણ,
અંધારા ખૂણે જ્યોતિ એક પ્રગટાવે કોણ !

ખૂટી પડ્યા છે આંખમાં આંસુઓ પણ હવે,
હૃદયને આવી ગંભીર વાત સમજાવે કોણ !

અછૂત થઈ હું ઓઢીને આ ચૂંદડી સંસારી,
હવે શામળિયા વગર મને અપનાવે કોણ !

જનમો જનમોની નિંદ્રા અને એક બેહોશી,
જગદીશ વિના આ જાતને હવે જગાડે કોણ !

આરઝુઓ પણ થાકી આહ ભરી ભરીને હવે,
'પરમ' પાછળનું 'પાગલ'પન હવે છોડાવે કોણ !


Rate this content
Log in