STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

ઝરૂખો

ઝરૂખો

1 min
719

આમ્રકુંજે ટહુકતી કોયલ, ઝરૂખો છે વસંતી,

પ્રીત હૈયે થનગની હાકલ, ઝરૂખો છે વસંતી.


ડોકિયા કરતાં પલાસે, ઝૂમતો વગડો પલાણે,

ફરફરે ચૂનર તણો આંચલ, ઝરૂખો છે વસંતી. 


મ્હોરની સોરમ હવામાં, નાચતી-લલચાવતી જે,

છનછનીને બાજતી પાયલ, ઝરૂખો છે વસંતી.


મહેલ કેરા ટોડલે બેસી મયૂરા બોલ મીઠું,

કાં શરમ અધરે ધરે પલપલ, ઝરૂખો છે વસંતી.


દિલ વસે છે ત્યાં લઈ દિલ, દિલબર તણું જે,

ચંદ્ર સમ વાદળે ઓઝલ, ઝરૂખો છે વસંતી.


પ્યાસ ના થમતી દરસની પ્રાણ સમ એ પ્રીત ભાસે,

જિંદગી ઝૂમે થઈ ચંચલ, ઝરૂખો છે વસંતી.


ચાંદ કેરો ટૂકડો દિલમાં વસ્યો છે જિંદગી થઇ,

રોમ હર્ષે પ્રેમમય મંગલ, ઝરૂખો છે વસંતી.


કેદ છે આ મન ભ્રમર, લેવા સુમન રસ પંખુરીનો,

બ્રહ્મ માધુરી ભરી મંડલ, ઝરૂખો છે વસંતી.


એય ભોળો પણ ગુલાબી સ્નેહરસ ચાખી જરાં તો,

ઝંખના પ્હેરી ફરે નિશ્ચલ, ઝરૂખો છે વસંતી.


Rate this content
Log in